S
H
R
I
R
A
J
P
U
T
G
N
A
T
I
શ્રી રાજપુત જ્ઞાતિ – ભુજ સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સમાજમાં પરસ્પર સહકાર તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સમાજને પ્રગતિ, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
શ્રી રાજપુત સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, શિક્ષણ, સંસ્કાર, સ્વાવલંબન અને સેવા ભાવનાનો વિકાસ કરવાનો છે. સમાજના દરેક વર્ગના લોકોના શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રતિબદ્ધતા છે.
સમાજના યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે પ્રેરિત કરવું, વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી, સમાજમાં સામાજિક સમરસતા જાળવવી તેમજ જરૂરિયાતમંદ પરિવારોને સહયોગ આપવો એ અમારા મુખ્ય ધ્યેયો છે.
સમાજની પરંપરા, સંસ્કૃતિ અને મૂલ્યોનું સંરક્ષણ કરીને આવનારી પેઢીને ગૌરવશાળી વારસાથી પરિચિત કરાવવો તથા એક સશક્ત, સંગઠિત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું એ જ અમારો મૂળ ઉદ્દેશ્ય છે.