S
H
R
I
R
A
J
P
U
T
G
N
A
T
I
શ્રી રાજપુત જ્ઞાતિ – ભુજ સમાજના સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સમાજમાં પરસ્પર સહકાર તથા ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સમાજને પ્રગતિ, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
"રાજપુત સમાજના દરેક પરિવારને અપીલ – સમાજના વિકાસ અને સંગઠનને મજબૂત બનાવવા આજે જ સભ્યપદ મેળવો."
વાડી બુકિંગમાં પ્રાથમિકતા
સંચાલન મંડળ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન અને માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલન મંડળના હોદ્દેદારો અને સભ્યો સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને કલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
વિશેષ નાણાકીય લાભ
મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય જાગૃતિ સેમિનાર, કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ, ધાર્મિક કાર્યક્રમો તેમજ સમાજ સેવા સંબંધિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમોની સમયસર માહિતી
યુવક મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન, શૈક્ષણિક સેમિનાર, રમતગમત સ્પર્ધાઓ, રક્તદાન શિબિરો, પર્યાવરણ જાગૃતિ અભિયાન, સામાજિક સેવા પ્રવૃત્તિઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વિકાસકાર્યોમાં સહભાગી
સલાહકાર સમિતિમાં સમાજના અનુભવી, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ પોતાના જ્ઞાન, અનુભવ અને દૃષ્ટિકોણ દ્વારા સંસ્થાને યોગ્ય દિશા પ્રદાન કરે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે